GETCO Document Verification 2026: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિધુત સહાયકના પદો માટે ડોક્યુમેન્ટ વીરિફિકેશનની તારીખ જાહેર

જેટકો (GETCO) હેઠળની જુનાગઢ વર્તુળ કચેરી દ્વારા વિધુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની આવનારી ભરતી પ્રક્રિયા પહેલા લાયક ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ દસ્તાવેજ ચકાસણી ખાસ કરીને એક્સ-એપ્રેન્ટિસ લાઈનમેન ઉમેદવારો માટે યોજવામાં આવશે.

કઈ કચેરીઓના ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી થશે?

અલગ અલગ જેટકો વર્તુળ કચેરી તથા તેના તાબા હેઠળની નીચેની વર્તુળ કચેરીઓના ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર રહેશે:

  • જુનાગઢ
  • હિંમતનગર
  • મહેસાણા
  • પાલનપુર
  • જામ્બુવા
  • સુરેન્દ્રનગર
  • નડિયાદ
  • જામનગર
  • અમરેલી
  • ગોંડલ

પાત્રતા માપદંડ (Eligibility Criteria)

દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોને નીચે મુજબની લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે:

  • એપ્રેન્ટિસ લાઈનમેનની તાલીમ 31-12-2025 સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરેલી હોવી જોઈએ
  • ધોરણ 10 (SSC) પાસ
  • ITI (ઈલેક્ટ્રીશિયન / વાયરમેન) પાસ
  • એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કર્યા બાદ NCVT / GCVT / SCVT પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ

દસ્તાવેજ ચકાસણી તારીખ અને સ્થળ

  • દસ્તાવેજ ચકાસણી તારીખ: 16-01-2026 થી 23-01-2026
  • સમય: સવારે 10:30 થી સાંજના 6:00 વાગ્યા સુધી (કામકાજના દિવસોમાં)
  • સ્થળ: જુનાગઢ વર્તુળ કચેરી, GETCO

લાયક ઉમેદવારોએ નિર્ધારિત તારીખે જાતે હાજર રહેવું ફરજિયાત છે.

જરૂરી દસ્તાવેજોની યાદી

ઉમેદવારોએ નીચે દર્શાવેલ તમામ દસ્તાવેજો અસલ તેમજ સ્વપ્રમાણિત નકલ સાથે લાવવાના રહેશે:

  1. તાજેતરના 2 પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  2. ધોરણ 10 (SSC) પાસ કર્યાની માર્કશીટ
  3. એપ્રેન્ટિસ લાઈનમેન તાલીમ પૂર્ણ કર્યા બાદ NCVT / GCVT / SCVT પાસ કર્યાની માર્કશીટ અથવા સર્ટિફિકેટ
  4. ITI વાયરમેન / ઈલેક્ટ્રીશિયન પાસ કર્યાની માર્કશીટ અથવા સર્ટિફિકેટ
  5. સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
  6. SC/ST ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્ર, SEBC માટે માન્ય નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ, તથા EWS ઉમેદવારો માટે માન્ય EWS સર્ટિફિકેટ (જો લાગુ પડે તો)
  7. આધારકાર્ડ / પાસપોર્ટ / ચૂંટણી કાર્ડ / ડ્રાઈવિંગ લાઈસન્સ (કોઈ એક ઓળખપત્ર)

મહત્વપૂર્ણ સૂચના

નિર્ધારિત તારીખ અને સમય દરમિયાન હાજર ન રહેનાર ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે નહીં. તેથી તમામ પાત્ર ઉમેદવારોને સમયસર હાજર રહેવા વિનંતી છે.

નોંધ: ઉપર આપેલી માહિતી વિવિધ સત્તાવાર સૂચનાઓ અને જાહેર જાણકારી પર આધારિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અંતિમ અને સચોટ માહિતી માટે સત્તાવાર સૂચના અથવા વિભાગની વેબસાઇટ જરૂરથી તપાસે.

Leave a Comment