SMC Recruitment 2026: સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ્સમેનના પદ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 17,500 થી શરુ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026 માટે ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન રહેશે અને ઉમેદવારોને Surat Municipal Corporation ની સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરવી પડશે. આ એક સરકારી નોકરીની ઉત્તમ તક છે, ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારી તક છે.

મહત્વપૂર્ણ તારીખો

આ ભરતી માટે ઓનલાઈન અરજી 02 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11:00 વાગ્યેથી શરૂ થશે અને છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2026 રાત્રે 11:00 વાગ્યા સુધી રહેશે. SMC ના કર્મચારીઓ અને તાલીમાર્થીઓને અરજીની હાર્ડ કોપી છેલ્લી તારીખ બાદ 7 દિવસની અંદર સબમિટ કરવાની રહેશે. દસ્તાવેજ ચકાસણી, લેખિત અથવા પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો પછીથી સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

પગારધોરણ

ડ્રાફ્ટ્સમેન પદ માટે શરૂઆતમાં 3 વર્ષ સુધી તાલીમ આધારિત નિમણૂક કરવામાં આવશે, જેમાં ઉમેદવારને દર મહિને રૂ. 17,500 સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ પગાર 7મા પગાર પંચ મુજબ નક્કી થશે, જેમાં પગાર મેટ્રિક્સ રૂ. 35,400 થી 1,12,400 પ્રતિ મહિનો રહેશે અને સાથે રૂ. 4,200 ગ્રેડ પે લાગુ પડશે. આ પગાર માળખું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અને રાજ્ય સરકારના ધોરણો મુજબ રહેશે.

See also  MKBU Recruitment 2026: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર 180 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

વય મર્યાદા

આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 16 જાન્યુઆરી 2026 સુધી 33 વર્ષ રાખવામાં આવી છે. અનામત કેટેગરી જેમ કે SC, ST, SEBC અને EWS માટે સરકારના નિયમો મુજબ છૂટછાટ મળશે, પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં મહત્તમ વય 45 વર્ષથી વધુ ન હોઈ શકે. વિભાગીય કર્મચારીઓ માટે પણ નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી ભરતી વખતે રૂ. 50 ની અરજી ફી ચૂકવવી રહેશે. ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા જ સ્વીકારવામાં આવશે. એકવાર ચૂકવેલી અરજી ફી પરત કરવામાં આવશે નહીં અને રોકડ, ડી.ડી. અથવા પોસ્ટલ ઓર્ડર સ્વીકારવામાં આવશે નહીં.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, પ્રેક્ટિકલ પરીક્ષા અથવા મૌખિક ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. પસંદગી દરમિયાન શૈક્ષણિક લાયકાત, કાર્ય અનુભવ અને ટેકનિકલ કુશળતાને ખાસ મહત્વ આપવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ તમામ મૂળ પ્રમાણપત્રો રજૂ કરવા પડશે. અંતિમ પસંદગી મેરિટ યાદી અને અનામત નિયમો મુજબ કરવામાં આવશે.

લાયકાત અને જરૂરી કૌશલ્ય

આ પદ માટે ઉમેદવાર પાસે સરકાર માન્ય સંસ્થામાંથી ITI Draftsman (Civil) અથવા Architecture Assistantમાં ડિપ્લોમા હોવો આવશ્યક છે. સાથે Auto CAD નું પ્રમાણિત તાલીમ પૂર્ણ કરેલ હોવું જોઈએ અને તાલીમ પછી ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ફરજિયાત છે. GIS (Geographical Information System) નો જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત, ઉમેદવાર મૂળભૂત કમ્પ્યુટર કામગીરીમાં નિપુણ હોવો જોઈએ અને તમામ દસ્તાવેજો પ્રમાણિત હોવા જરૂરી છે.

See also  Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ દ્વારા PSI અને ટેકનિકલ ઓપરેટરના પદો પર કુલ 950 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારોએ પ્રથમ Surat Municipal Corporation ની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે, પછી લોગિન કરીને પોતાની વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો, અનુભવ અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. પછી અરજી ફી ઓનલાઈન ચૂકવીને ફોર્મ સબમિટ કરવું અને તેનું પ્રિન્ટ સંભાળવું જરૂરી રહેશે. SMC કર્મચારીઓએ હાર્ડ કોપી વિભાગમાં જમા કરાવવી રહેશે.

જાહેરાત તથા અરજી કરવા માટે – અહીં ક્લિક કરો

Leave a Comment