Gujarat Jilla Gram Vikas Agency Bharti 2026: ગુજરાત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કોઈપણ પરીક્ષા કે અરજી ફી વગર સીધી ભરતી જાહેર

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા અને તાલુકાની વિવિધ કચેરીઓમાં સ્ટાફ ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ અનુસાર બાયોડેટા અને જરૂરી દસ્તાવેજો સાથે 07/01/2026 થી 12/01/2026 સુધી ઓફલાઈન રીતે અરજી મોકલવાની રહેશે.

પોસ્ટનાં નામ

આ ભરતીમાં અનેક પ્રકારની પોસ્ટો સામેલ છે જેમ કે AME/Supervisor, વિસ્તરણ અધિકારી, જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, HR & CB કન્સલ્ટન્ટ, સ્પેશિયલિસ્ટ, બ્લોક એન્જિનિયર, કલસ્ટર કો-ઓર્ડીનેટર અને ટેકનિકલ આસિસ્ટન્ટ. ઉદાહરણ તરીકે જુનિયર ક્લાર્ક જેવી પોસ્ટોમાં ઓફિસ વર્ક, રેકોર્ડ મેન્ટેન, અને દસ્તાવેજી કામગીરી હોય છે, જ્યારે બ્લોક એન્જિનિયર અને ટેકનિકલ આસિસ્ટન્ટ જેવી પોસ્ટોમાં ફીલ્ડ વર્ક અને ટેક્નિકલ દેખરેખનો સમાવેશ થાય છે.

પગારધોરણ

દરેક પોસ્ટ માટે અલગ પગાર નક્કી કરવામાં આવ્યો છે. જેમ કે AME/Supervisor માટે રૂ. 25,000 પ્રતિ મહિનો, વિસ્તરણ અધિકારી માટે રૂ. 25,000, જુનિયર ક્લાર્ક માટે રૂ. 15,000 પ્રતિ મહિનો, ગ્રામ સેવક માટે રૂ. 16,000, HR & CB કન્સલ્ટન્ટ માટે રૂ. 30,000, સ્પેશિયલિસ્ટ માટે રૂ. 35,000, બ્લોક એન્જિનિયર માટે રૂ. 25,000, કલસ્ટર કો-ઓર્ડીનેટર માટે રૂ. 20,000 અને ટેકનિકલ આસિસ્ટન્ટ માટે અંદાજે રૂ. 25,000–30,000 સુધીનો પગાર મળશે. ધ્યાન રહે કે આ તમામ પગાર કોન્ટ્રાક્ટ આધારે રહેશે.

See also  GETCO Document Verification 2026: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિધુત સહાયકના પદો માટે ડોક્યુમેન્ટ વીરિફિકેશનની તારીખ જાહેર

અરજી ફી

આ ભરતીમાં તમામ ઉમેદવારો માટે અરજી સંપૂર્ણપણે મફત રાખવામાં આવી છે. એટલે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં, જેથી તમામ લાયક ઉમેદવારો સરળતાથી અરજી કરી શકે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે મેરિટના આધારે થશે. સંસ્થાને જરૂર લાગે તો ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષાનું આયોજન પણ કરી શકાય છે. એટલે માર્કશીટમાં સારા માર્ક તેમજ સંબંધિત અનુભવ ધરાવતા ઉમેદવારોને વધારે તક મળી શકે છે.

જરૂરી દસ્તાવેજો

અરજી સાથે ઉમેદવારોએ બાયોડેટા/સીવી, તમામ માર્કશીટ, ડિગ્રી, અનુભવ પ્રમાણપત્ર (જો હોય તો), આધારકાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોની નકલ જોડવી જરૂરી છે. દસ્તાવેજો સ્પષ્ટ અને સાચા હોવા અત્યંત જરૂરી છે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ લાયકાત પણ બદલાય છે. ઉદાહરણ તરીકે AME/Supervisor માટે Diploma Civil જરૂરી છે, જુનિયર ક્લાર્ક માટે સ્નાતક સાથે CCC ફરજિયાત છે, ગ્રામ સેવક માટે Bachelor in Rural Studies જરૂરી છે, વિસ્તરણ અધિકારી માટે Agriculture, Animal Husbandry અથવા Graduate/MRM લાયકાત ચાલે છે, HR & CB કન્સલ્ટન્ટ માટે MBA, MSW, HR અથવા NRM સાથે 2 વર્ષનો અનુભવ જોઈએ, સ્પેશિયલિસ્ટ માટે Statistics અથવા Maths સાથે PGDCA અને 2 વર્ષનો અનુભવ જરૂરી છે, જ્યારે બ્લોક એન્જિનિયર તથા ટેકનિકલ આસિસ્ટન્ટ માટે Diploma Civil અથવા Surveyor સાથે અનુભવ જરૂરી રહેશે.

See also  GNFC Recruitment 2026: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ & કેમિકલ્સ લિમિટેડમાં કોઈપણ અરજી ફી વગર ભરતી જાહેર

અરજી પ્રક્રિયા

આ ભરતી માટે અરજી ઓફલાઈન મોકલવાની રહેશે. ઉમેદવારે કઈ પોસ્ટ માટે અરજી કરી છે તે લેફ્ટ સાઈડ પર સ્પષ્ટ રીતે લખવું. અરજી અને દસ્તાવેજો નીચે આપેલા સરનામે RPAD/કુરિયર અથવા રૂબરૂ જમા કરાવવાના રહેશે:

શ્રીનાથ ટેક્નોલોજીસ, જી-9, યુનિક કોમ્પ્લેક્સ, બી.વી. ગાંધી પેટ્રોલ પંપ પાસે, દાહોદ રોડ, ગોધરા, જી. પંચમહાલ.

મહત્વની નોંધ

આ ભરતી આઉટસોર્સ આધારિત છે એટલે કાયમી અથવા સરકારી નોકરી ગણાશે નહીં. કરાર આધારે નિમણૂક થશે અને નિયમો સંસ્થા મુજબ લાગુ પડશે.

ભરતી જાહેરાત તથા અન્ય માહિતી માટે – અહીં ક્લિક કરો

Leave a Comment