SBI Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 1146 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, અરજીના ફક્ત 2 દિવસ બાકી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કુલ 1146 જગ્યાઓ પર ઓફિસર પદોની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે પાત્ર ભારતીય નાગરિકો 02 ડિસેમ્બર 2025 થી 10 જાન્યુઆરી 2026 સુધી SBIની સત્તાવાર વેબસાઇટ sbi.bank.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

આ ભરતી માટે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. સૂચના 02 ડિસેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવી હતી. 02 ડિસેમ્બર 2025થી ઓનલાઈન અરજી શરૂ થઈ છે અને 10 જાન્યુઆરી 2026 અરજીની છેલ્લી તારીખ છે. ઉમેદવારો માટે ફી ભરવાની છેલ્લી તારીખ પણ 10 જાન્યુઆરી 2026 જ છે, તેથી છેલ્લી ઘડીએ રાહ ન જોવા અને સમયસર ફોર્મ ભરવું જરૂરી છે.

ખાલી જગ્યાઓની વિગત

આ ભરતીમાં કુલ 1146 ખાલી જગ્યાઓ છે. તેમાં VP Wealth (SRM) માટે 582 જગ્યાઓ, AVP Wealth (RM) માટે 237 જગ્યાઓ અને Customer Relationship Executive માટે 237 જગ્યાઓ રાખવામાં આવી છે. તમામ જગ્યાઓ મેરિટ અને પસંદગી પ્રક્રિયા મુજબ ભરવામાં આવશે.

વય મર્યાદા

પદ મુજબ વય મર્યાદા અલગ છે. VP Wealth (SRM) માટે ઓછામાં ઓછી ઉંમર 26 વર્ષ અને વધુમાં વધુ 42 વર્ષ હોવી જોઈએ. AVP Wealth (RM) માટે 23 થી 35 વર્ષની વય મર્યાદા છે, જ્યારે Customer Relationship Executive માટે 20 થી 35 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારના નિયમો અનુસાર રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળશે.

See also  GNFC Recruitment 2026: ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ & કેમિકલ્સ લિમિટેડમાં કોઈપણ અરજી ફી વગર ભરતી જાહેર

પગારધોરણ / CTC

આ ભરતીમાં દરેક પદ માટે અલગ પગારધોરણ નક્કી છે. VP Wealth (SRM) પદ માટે વાર્ષિક CTC લગભગ ₹44.70 લાખ સુધી હોઈ શકે છે. AVP Wealth (RM) માટે વાર્ષિક CTC ₹30.20 લાખ સુધી અને Customer Relationship Executive માટે ₹6.20 લાખ સુધી મળવાની શક્યતા છે. તમામ પદો કરાર આધારિત છે અને કરાર સમયગાળો 5 વર્ષનો રહેશે, જે આગળ વધારી શકાય છે.

લાયકાત

આ ભરતી માટે ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે. MBA (બેન્કિંગ, ફાઇનાન્સ અથવા માર્કેટિંગ) ધરાવતા ઉમેદવારોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. સાથેમાં NISM VA, XXI-A, CFP અથવા CFA જેવા પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને પણ વધારાનો લાભ મળી શકે છે. ફક્ત ભારતીય નાગરિકો જ અરજી કરી શકે છે અને ખોટી માહિતી આપનારા ઉમેદવારોને સીધી ગેરલાયક ઠેરવવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારોએ સૌપ્રથમ SBIની સત્તાવાર વેબસાઇટ sbi.bank.in પર જવું પડશે. ત્યારબાદ Career સેકશનમાં જઈ Current Vacanciesમાં Specialist Cadre Officers ભરતી લિંક ખોલવી. નવી નોંધણી કર્યા પછી અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરવું. ફોટો, સહી, રિઝ્યુમ અને જરૂરી પ્રમાણપત્રો અપલોડ કર્યા પછી અરજી ફી ઓનલાઈન ચૂકવીને ફોર્મ સબમિટ કરવું. અંતમાં ફોર્મનો પ્રિન્ટ કાઢી રાખવો જરૂરી છે.

See also  Madhyahan Bhojan Yojana Bharti Gujarat: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કોઈપણ પરીક્ષા કે અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર રૂ 25,000 થી શરુ

ભરતી જાહેરાત તથા વધુ માહિતી માટે – અહીં ક્લિક કરો

1 thought on “SBI Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 1146 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, અરજીના ફક્ત 2 દિવસ બાકી”

Leave a Comment