Gujarat Police Leave Cancelled Update: ગુજરાત પોલીસની તમામ રાજાઓ રદ કરવામાં આવી, જાણો કારણ

નવા વર્ષની શરૂઆતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના હોમસ્ટેટ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ઘણી અગત્યની બેઠકો, કાર્યક્રમો અને વિદેશી પ્રતિનિધિઓ સાથેના મુલાકાતો નક્કી છે. આ પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની કાયદો-વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય, તે માટે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

DGP નો આદેશ – તમામ પોલીસ કર્મચારીઓ સ્ટેન્ડ-ટુ

રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા તાત્કાલિક અસરથી એક મહત્વપૂર્ણ આદેશ બહાર પડ્યો છે. આ આદેશ મુજબ, 12 જાન્યુઆરી સુધી ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. આ નિર્ણય માત્ર કોન્સ્ટેબલ સુધી સીમિત નથી, પરંતુ PSI, PI, ACP, DCP, SP તેમજ ઉચ્ચ અધિકારીઓ પર પણ સમાન રીતે લાગુ પડશે. એટલે કે દરેક પોલીસ કર્મચારી ફરજ પર હાજર રહીને સુરક્ષા બંદોબસ્ત મજબૂત કરશે.

10 થી 12 જાન્યુઆરી – પીએમ મોદીનો પ્રવાસ કાર્યક્રમ

આગામી ત્રણ દિવસ દરમિયાન પ્રધાનમંત્રીના અનેક કાર્યક્રમો નક્કી થયેલા છે.

10 જાન્યુઆરીએ તેઓ સોમનાથ પહોંચીને સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. 11 જાન્યુઆરીએ સોમનાથમાં પૂજા અર્ચના કર્યા બાદ રાજકોટ જશે અને Regional Vibrant Summit નું ઉદ્ઘાટન કરશે. સાંજે તેઓ અમદાવાદ પરત આવશે. 12 જાન્યુઆરીએ સાબરમતી આશ્રમની મુલાકાત, વિદેશી પ્રતિનિધિઓ સાથે મુલાકાત અને અન્ય કાર્યક્રમોમાં તેમનું ઉપસ્થિત રહેવાનું અનુમાન છે.

See also  Gold-Silver Price Today Gujarat: ચાંદીમાં ઐતિહાસિક તેજી, સોનું પણ ભડકે - જાણો આજના લેટેસ્ટ ભાવ

સાબરમતી આશ્રમ અને પતંગ મહોત્સવ

સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદી સાથે જર્મનીના વાઇસ ચાન્સેલરની મુલાકાતની સંભાવના છે. અહીં તેઓ હૃદયકુંજ, પ્રદર્શનો અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારી મુતેનાત કરવામાં આવશે.

મેટ્રો સ્ટેશન પર યુદ્ધના ધોરણે તૈયારીઓ

સૂત્રો મુજબ, પીએમ મોદી જૂના હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રો દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મુસાફરી કરી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને મેટ્રો તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેશન પર રંગરોગાન, સફાઈ, રેલિંગ મરામત, ગ્રીનરી અને સાઈનબોર્ડ ચમકાવવાની કામગીરી સતત ચાલી રહી છે.

સુરક્ષા + વ્યવસ્થા

પીએમ મોદીના પ્રવાસ દરમિયાન કોઈપણ અણધાર્યા બનાવને અટકાવવા માટે સઘન ચેકિંગ, રોડ ડાયવર્ઝન, VIP રૂટ ક્લિયરન્સ અને ઇન્ટેલિજન્સ મોનિટરિંગ વધારવામાં આવ્યું છે. સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર – ચારેય સ્થળોએ પોલીસ, SRP, લોકલ એડમિનિસ્ટ્રેશન અને સિક્યોરિટી એજન્સીઓ સંકલિત રીતે કાર્ય કરી રહી છે.

Leave a Comment