Jio New Plan 2026: Jio લાવ્યું સસ્તો પ્લાન, 365 દિવસ સિમ રહેશે એક્ટિવ, જાણો પ્લાન વિષે સંપૂર્ણ માહિતી

રિલાયન્સ Jio હાલમાં દેશની નંબર-વન ટેલિકોમ કંપની છે. Jio પાસે એવા ઘણા રિચાર્જ પ્લાન છે કે દરેક પ્રકારના ગ્રાહક માટે કંઈક-ને-કંઈક વિકલ્પ ઉપલબ્ધ રહે. કંપનીએ પોતાના પ્લાનને અલગ-અલગ કેટેગરીમાં વહેંચ્યા છે જેમ કે ડેટા પ્લાન, અનલિમિટેડ કોલિંગ, વેલિડિટી પ્લાન વગેરે. એટલે ગ્રાહક પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે સરળતાથી યોગ્ય પ્લાન પસંદ કરી શકે છે.

બદલાતા વપરાશને ધ્યાનમાં રાખી નવા વિકલ્પો

મોબાઇલ વપરાશકર્તાઓ હવે વધારે ડેટા, લાંબી વેલિડિટી અને OTT જેવા લાભો ઇચ્છે છે. આ બદલાવને સમજીને Jio એ પણ પોતાના રિચાર્જ પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યા છે. હવે કંપની 84 દિવસ, 90 દિવસ, 98 દિવસ, 200 દિવસ, 336 દિવસ અને 365 દિવસ સુધી ચાલતા પ્લાન ઓફર કરે છે એટલે કે ટૂંકા સમયથી લઈને એક વર્ષ સુધીનું કવરેજ એક જ કંપની પાસેથી મળી જાય છે.

વારંવાર રિચાર્જની ઝંઝટ ખતમ

ઘણા લોકોને દર મહિને રિચાર્જ કરવાથી કંટાળો આવી જાય છે અથવા ક્યારેક રિચાર્જ ભૂલી જતાં સિમ બંધ થઈ જાય છે. આવા યુઝર્સ માટે Jio ના વાર્ષિક પ્લાન ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એક જ વાર રિચાર્જ કરો અને આખું વર્ષ સિમ એક્ટિવ એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કોઈ ટેન્શન નહીં.

See also  8th Pay Commission: સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુબ મોટા સમાચાર, DA અને DR માં મોટો વધારો થશે, જાણો વધારા બાદ તમારો પગાર કેટલો થઈ જશે

સૌથી સસ્તો 365 દિવસનો પ્લાન

Jio ના વાર્ષિક પ્લાનોમાં ₹3599 નો પ્લાન સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં તમને સીધી 365 દિવસ વેલિડિટી મળે છે. સાથે-સાથે આખા વર્ષ માટે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મફત એટલે રોજબરોજના કોમ્યુનિકેશન માટે અલગથી ખર્ચ કરવાની જરૂર રહેતી નથી.

ડેટા બેનેફિટ પણ જોરદાર

જે યુઝર્સને વધારે ડેટાની જરૂર પડે છે, તેમના માટે આ પ્લાન ખાસ ફાયદાકારક છે. આ પ્લાન હેઠળ Jio કુલ મળીને લગભગ 912GB થી વધુ ડેટા આપે છે. પાત્ર યુઝર્સ માટે સાથે-સાથે અનલિમિટેડ 5G ડેટા પણ ઉપલબ્ધ છે એટલે વીડિયો, સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા, ગેમિંગ બધું સરળતાથી ચાલી શકે છે.

વધારાના લાભો પણ મળશે

ફક્ત ડેટા અને કોલિંગ જ નહીં, Jio આ પ્લાન સાથે કેટલાક એક્સ્ટ્રા બેનિફિટ્સ પણ આપે છે જેમાં 2 મહિના માટે Jio Home નો ટ્રાયલ, 3 મહિના માટે Jio Hotstar નું સબ્સ્ક્રિપ્શન, Jio TV પર ટીવી ચેનલ્સ મફતમાં જોવા મળે છે જેવા લાભોનો સમાવેશ થાય છે. આ કારણે આ પ્લાન સામાન્ય રિચાર્જ કરતાં વધુ વેલ્યુ-ફોર-મની બની જાય છે.

Leave a Comment